ATM

અમેરિકાની જાણીતી ઇન્ટેલ કોર્પોરેશને બેન્કોના ATM માટે એવી ક્રાંતિકારી માઇક્રોચિપ બનાવી કે જે ATM કાર્ડ નાખતાં ખાતેદારનું નામ બોલે, ખાતેદારને ફિંગરપ્રિન્ટના આધારે બરાબર ઓળખી કાઢે એટલું જ નહિ, પણ તેનો સ્વભાવ તેમજ આદતો જાણી પોતાની કોમેન્ટ આપે. ઇન્ટેલની ચિપવાળાં મશીનો બીજાં દેશોમાં ખૂબ ચાલ્યાં, પણ ભારતમાં ન ચાલ્યાં.. કેમ?

* છગન છાંટોપાણીએ પોતાનું ક્રેડીટ કાર્ડ નાખ્યાં પછી ફિંગરપ્રિન્ટ સેન્સર પર અંગૂઠો મૂક્યો ત્યારે મશીન બોલ્યું : છગન !! આજે ફરી વખત તું બવડો પીવાનો છે? આવું કેમ ચાલે? બહુ જ બૂરી લત છે તને. તારા હાથમાં પૈસા મુકાય જ નહિ.

* જ્યારે કરસન કડકાએ પોતાનું કાર્ડ મશીનનાં ખાંચામાં નાખી અંગૂઠાની ફિંગરપ્રિન્ટ કમ્પ્યૂટરને વંચાવી ત્યારે મશીને કહ્યું : કરસન, તારી કડકી જોતાં રૂ. ૧૦૦ની માગણી વધુ પડતી છે. જોઇએ તો ૧૦ રૂ. આપું??

* જુહારમલ મારવાડીએ પોતાનું કાર્ડ મશીનનાં સ્લોટમાં ભરાવ્યાં પછી ફિંગરપ્રિન્ટ સેન્સર પર અંગૂઠો દાબ્યો ત્યારે મશીનના ટચૂકડા માઇક્રોફોનમાં અવાજ સંભળાયો : અગાઉ મેં તને ૭૫ રૂપિયા અને ૫૦ પૈસા આપેલા તેનું શું કર્યું??

0 Comments:

Post a Comment