પાકિસ્તાનનું અર્થતંત્ર

પાકિસ્તાનના અર્થતંત્રની પ્રગતિ કેમ અટકી પડી છે એ જાણવા માટે વિશ્વબેન્કના નિષ્ણાતોનું પ્રતિનિધિ મંડળ ઇસ્લામાબાદ ગયું. સૌ પ્રથમ સરકારી કાર્યપધ્ધતિનો અભ્યાસ કર્યો.

‘એક વાતનો જવાબ આપો’, સરકારના આલિશાન બંગલામાં રહેતા સિનિયર અમલદારને તમણે પુછ્યું. ‘માનો કે રાત્રે તમારા ઓરડાનો બલ્બ ઊડી જાય તો તેને બદલવા માટે તમારા હિસાબે કેટલા માણસો જોઇયે?’

‘હં…અ…’ અમલદારે વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો : ‘ચાર માણસો જોઇયે.’

‘એ કઈ રીતે? સમજાવો મને જરા..’

સમજાવું….. ‘એક જણ ઊડી ગયેલા બલ્બને અંધારામાં શોધી કાઢવા માટે, બીજો તે દરમ્યાન સીડી પકડી રાખવા માટે, ત્રીજો તાબડતોબ બજારે દોડી નવો બલ્બ ખરીદી લાવવા માટે અને ચોથો ત્યાર પછી ઇલેક્ટ્રિશિયનને બોલાવી લાવવા માટે…’

0 Comments:

Post a Comment