સ્કુલની રિસેસમાં ચંદુ ચૌદસિયો અને ટિનુ ટેણી કેન્ટિનમાં ગયા. નાસ્તા માટે પોતાના બેય વચ્ચે ત્રણ સમોસા મંગાવ્યા. બન્નેએ જણા પોતપોતાના ભાગનું હજી પહેલું સમોસું ખાવાનું શરૂ કર્યું ત્યાં મનિયો મસ્તીખોર આવતો દેખાયો. ટીનુ-ચંદુને મફતનું ઝાપટનારા મનિયાનું આગમન જરાય ગમ્યું નહિ.
‘અરે!! યાર, શું ખાવ છો?’ મનિયાએ જાણતા હોવા છતાં પૂછ્યું.
‘ઝેર ખાઇયે છીએ!’ ચંદુ બોલ્યો.
‘જો એમ હોય તો તમરા વગર મારે પણ જીવીને શું કરવાનું?’
0 Comments:
Post a Comment