હાડપિંજર

ક પુરાતત્વવિદ્દને ઉત્તર ભારતમાં ખોદકામ કરતી વખતે માણસનું પ્રાચીન હાડપિંજર મળી આવ્યું. પ્રાથમિક તપાસ કર્યા પછી તે એટલો ખુશ થયો કે તરત પુરાતત્વ વિભાગના નિમાયકને ફોન કર્યો અને કહ્યું, “હાર્ટ એટેકથી મરેલા એક માણસનું હાડપિંજર મળી આવ્યું છે. આશરે ૩,૨૦૦ વર્ષ જૂનું છે, કદાચ મહાભારતનાં સમયનું !!!!



રેડિઓ કાર્બન ડેટિંગ કર્યા વિના તમે કેવી રીતે જાણ્યું કે હાડપિંજર એટલું જૂનું છે અને ત્રણ હજાર બસ્સો વર્ષ પહેલાં તે માણસ વળી મર્યો હાર્ટ એટેકથી????? નિયામકે પુછ્યું.



એ માણસ સાથે એના લખાણની તકતી મળી છે, જેને તે ડાયરી તરીકે વાપરતો હોવો જોઇયે. તકતી પર કોતર્યું છે : આજે ૧૦,૦૦૦ સુવર્ણમુદ્રાનો સટ્ટો ખેલી નાખ્યો. છેલ્લી બાજીમાં પાંડવો જીતે છે..”

0 Comments:

Post a Comment