પ્રસંગ એ વખતનો છે કે જ્યારે જુના વર્લ્ડકપની પહેલી મેચોમાં સૌરવ ગાંગુલી સુપરફ્લોપ ગયો હતો, દક્ષિણ આફિકાના પ્રેક્ષકો તેનો હુરિયો બોલાવતા હતા અને તે નેટ પ્રેક્ટિસ કરે ત્યારે સ્કૂલના છોકરાઓ પણ સૂત્રો પોકારી મશ્કરી ઉડાવી ઉડાવીને તેની પટ્ટી પાડતા હતા.
ગાંગુલીને બહુ માઠું લાગી આવ્યું. પ્રેક્ટિસ કરીને બેટિંગ સુધારવા તે કેપ ટાઉનથી દોઢસો કિલોમીટર છેટે હબસી લોકોના પછાત ગામમાં જતો રહ્યો. કોઇ ત્યાં તેને જોયે ઓળખે તેમ નહોતું, કારણ કે ગામમાં છાપાં નહિ અને ટેલિવિઝન પણ નહિ. માત્ર રેડિઓની જ સગવળ હતી.
ગામના સાત-આઠ છોકરાઓને એકેક દડો સોંપી ગાંગુલીએ તેમને બોલિંગ નાખવા જણાવ્યું. નસીબ વાંકું તો એવું કે દરેક ટાબરિયાએ “દૂધ-પાક” જેવી અન્ડરહેન્ડ બોલિંગ કર્યા છતાં ગાંગુલી ૨૫ વખત ક્લીન બોલ્ડ થયો. હતાશા અને ગુસ્સાથી તેના મગજની નશો હાથમાં આવી ગઈ અને નિઃસાસો કાઢતો બોલ્યો : ‘ખરેખર, દુનિયામાં આજે સૌથી ખરાબ બેટ્સમેન હોય તો એ હું છું !!’
‘એવું કેમ ધારી લો છો !’ એક હબસી છોકરાએ આશ્વસન આપતા કહ્યું. “સૌથી ખરાબ ગણાતો બેટ્સમેન તો અહીં વર્લ્ડકપ રમવા આવેલી ઇન્ડિયાની ટીમનો કેપ્ટન છે !”


0 Comments:
Post a Comment