સાલા ધોખેબાજ..!! :)

ક કરોડપતિ કરાંચીના મોટા કાર ડિલરને ત્યાં ગયો, ઇમ્પોર્ટેડ બી.એમ.ડબલ્યુ મોટરના રૂપિયા નેવું લાખ ચૂકવ્યા અને મોટર હંકારી ઘરે જવા નીકળ્યો. રસ્તામાં કાર રેડિઓનું સ્ટેશન બદલવા તેણે બટન દાબ્યું, પણ કરાંચી સ્ટેશનનો જ પ્રોગ્રામ સંભળાતો રહ્યો. મોબાઇલ ફોન જોડી તેણે કાર ડીલરને ખખડાવ્યો :

‘તમારી કારનો રેડિઓ બોગસ છે..’

માફ કરજો..’ ડિલર બોલ્યો. ‘તમને કહેવાનું ભૂલી ગયો કે રેડિઓ વોઇસ-એક્ટિવટેડ છે. તમારે ફક્ત રેડિઓ ચેનલનું નામ બોલવાનું, એટલે રેડિઓ આપોઆપ સૂચનાનો અમલ કરી એ ચેનલ વગાડશે અને એ ચેનલ નહિ હોય તો તેને રિલટેડ(લગતી) બીજી કોઇ રેડિઓ ચેનલ વગાડશે..’

ઓકે’ કરોડપતિ બોલ્યો અને કાર લઈને શહેર તરફ નિકળ્યો. કાર ચલાવતાં-ચલાવતાં તેણે મનગમતાં રેડિઓ ચેનલ્સની ફરમાઇશ કરી : ‘બી.બી.સી !’ રેડિઓ પર તરત બી.બી.સી.નો ઉર્દૂ પ્રોગ્રામ સંભળાવા લાગ્યો. સાવ દમ વગરનો હતો,

એટલે તેણે બીજી સૂચના આપી : ‘નુસરત ફતેહ અલી ખાન !’ રેડિઓ પર એ લોકપ્રિય ગાયકનો અવાજ ગૂંજતો થયો. કરોડપતિ તેને સાંભળવામાં મશગૂલ બન્યો, એવામાં ચાર રસ્તા પાસે બેફામ રીતે હંકારતો એક ટેક્સીવાળો ડાબી તરફ વળવાનું સિગ્નલ દેખાડી જમણી તરફ વળ્યો. કરોડપતિ સજ્જડ રીતે બ્રેક મારીને ગુસ્સામાં બબડ્યો : ‘સા..લા ધોખેબાજ…!!

બીજી જ ક્ષણે રેડિઓ પર જનરલ મુશર્રફની પત્રકાર પરિષદનુ લાઇવ પ્રસારણ સંભળાવા લાગ્યું…

0 Comments:

Post a Comment