ઇન્સ્પેક્ટર : ‘કેમ, જેલરસાહેબ! આટલા બધા ચિંતામાં કેમ દેખાવ છો? કંઇ ન બનવાનું બન્યું??’
જેલર : ‘એવું જ છે. ગઈકાલે રામનવમી હતી. બધા કેદીઓ ભેગા મળીને જેલમાં રામલીલા ભજવવા માગતા હતા. મારી ભૂલ એ કે તેમને મેં રજા આપી.’
ઇન્સ્પેક્ટર : ‘તો એમાં ખોટું શું કર્યું? અને રીઢા કેદીઓ ભક્તિભાવે રામલીલા ભજવે એ બતાવે છે કે તેમના સ્વભાવમાં ખાસ્સો સુધારો થયો !’
જેલર : ‘હું!! ધૂળ સુધારો થયો? રામલીલામાં હનુમાનની ભૂમિકા કરનાર એક ગઠિયો કેદી ગઈ કાલ રાતનો સંજીવની જડીબુટ્ટી લેવા ગયો તે હજી સુધી આવ્યો નથી…!!’


0 Comments:
Post a Comment